મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી રાજકોટમાંથી અપહરણ કરાયેલ સગીરને શોધી કાઢીને આરોપીની કરાઇ ધરપકડ


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી રાજકોટમાંથી અપહરણ કરાયેલ સગીરને શોધી કાઢીને આરોપીની કરાઇ ધરપકડ

રાજકોટ શહેરમાંથી ચાર માસ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાને ભગાડી ગયેલા શખ્સને તેમજ સગીરને શોધવા માટે પોલીસ કવાયત કરી રહી હતી તેવામાં સગીરને ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. 

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાએ રાજકોટ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશને નોંધાયેલ આઇપીસી કલમ ૩૬૩૩૬૬ (અપહરણ) ના કામે આરોપી તથા ભોગબનનાર સગીર બન્ને મોરબી પીપળીયા ચાર રસ્તા ખાતે હાજર હોવાની માહીતી મળેલ હતી જે આધારે તપાસ કરતા એક યુવક તથા સગીરા મળી આવતા જેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા સરકારના ઇ-ગુજકોપ અંતર્ગત સર્ચ કરાવતા મજકુર આરોપી જયેશભાઇ બચુભાઇ ગોગરા જાતે બોરીયા (ઉ.૨૩) રહેફડસર વાળો રાજકોટ શહેર જય જવાન જય કિશાન સોસાયટી જુના જકાત નાકા પાસેથી સગીરવયની છોકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઇ આવેલ હતો જેની રાજકોટ શહેર બી ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના કામે આરોપીની ધરપકડ કરી હતી અને ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે રાજકોટ શહેર બી ડીવીજન પોલીસને સોપવામાં આવેલ છે.




Latest News