મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત


SHARE







મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત

મોરબીના રવાપર રોડ આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેને રોકવા માટે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીની "વ્રજ વાટીકા" સોસાયટી રવાપર રોડ ખાતે મોરબીના સર્વે નંબર ૯૯૯ પૈકી ની જમીનમાં આવેલ છે. જે જમીનમા ફક્ત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે ત્યારે વ્રજ વાટીકા સોસાયટીના પ્લોટ નંબર ૧,,૩ ના માલિક તેમજ વહીવટદાર દેત્રોજા છગનભાઇ કાનજીભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમા સોપીંગમોલ બનાવતા હોવાનું લોકોને જાણવા મળેલ છે જેથી કરીને સોસાયટીના દરેક સભ્યોની મિટિંગ મળી હતી ત્યારે છગનભાઇને ટેલિફોનિક વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સાત માળનું શોપિંગમોલ બનાવું છું જેથી આ સોસાયટીનું બીનખેતી ફક્ત રહેણાંક હેતુ માટે કરવામાં આવેલ છે તેવી તેઓને જાણ કરી હતી તો પણ છગનભાઈ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી રહ્યા છે અને તેને કોઈ રોકી શકશે નહીં તેવું તેઓએ કહ્યું હતું અને ધમકી ભર્યા શબ્દો સોસાયટીના લોકોને કહ્યા હતા જેથી આ અનઅધિકૃત બંધકામને રોકવા માટે કલેક્ટરને વ્રજ વાટીકા સોસાયટીના સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરેલ છે






Latest News