મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડને તાત્કાલિક રીપેર કરવા અજય લોરીયાએ સીએમ-પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત..!


SHARE







મોરબીના પીપળી રોડને તાત્કાલિક રીપેર કરવા અજય લોરીયાએ સીએમ-પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત..!

મોરબીના પીપળી રોડનો ઓદ્યોગીક વિકાસ થયો છે જો કે, આ રોડની હાલત છેલ્લા ઘણા સમયથી દાયનીય છે ત્યારે મોરબીથી અણિયારી સુધીના આ રોડને તાત્કાલિક રિપેર કરવા માટે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા સીએમ અને ભાજપના પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયાએ હાલમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશભાઈ પ્રમુખ સી.આર. પાટિલને લેખિતમાં રજુઆત કરીને પીપળીથી અણિયારી સુધીના રોડને તાત્કાલિક રીપેર કરવા માટેની માંગ કરવામાં આવી છે તેને જણાવ્યુ છે કે, આ રોડ ઉપર ૪૦૦ જેટલા નાના મોટા કારખાના આવેલ છે જેના થકી રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડોનું હૂંડિયામણ મળે છે અને આ રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવાર જવર થાય છે ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકોને સમય તેમજ પેટ્રોલ અને ડીઝલ બગડે છે જેથી કરીને આ ખખડધજ રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તે જરૂરી છે હાલમાં પીપળી રોડ ઉપર ઠેર- ઠેર ખાડા ખબડા છે જેના લીધે દરરોજ અકસ્માતના બનાવો બને છે  અને મહિને ૨૦ થી વધુ અકસ્માતો થાય છે. જેમાંથી પાંચથી વધુના મોત થાય છે માટે વહેલામાં વહેલી તકે આ રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠેલ છે






Latest News