મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કલેક્ટરની હાજરીમાં રિહર્સલ કરાયું


SHARE







મોરબીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કલેક્ટરની હાજરીમાં રિહર્સલ કરાયું

મોરબી જિલ્લામાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં કલેક્ટરએ અધ્યક્ષશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનો અંગે સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનાં દિવસે પદાધિકારી અને અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી મુનાફખાન પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મામલતદાર રૂપાપરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News