મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ પાડોશી યુવાન સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી ?


SHARE







વાંકાનેરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ પાડોશી યુવાન સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી ?

વાંકાનેરના આરોગ્યનગરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીને તેના મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હતો અને ગઇકાલે બન્નેએ સજોડે ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બંનેને રાજકોટ લઈને જતાં હતા ત્યારે રસતામાં જ યુવતીનું મોત નીપજયું હતું અને યુવાનની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની અંદર આવેલ આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉંમર 20) અને વાંકાનેરના ધમલપર ગામે રહેતી રીટાબેન રાજુભાઈ અંબાસણ ( ઉમર 20) એકી સાથે ગઇકાલે મોડી સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી બંન્ને ઝેરી અસર થઇ હોવાથી વાંકાનેર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને બંન્ને રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે યુવતીનું રસ્તામાં જ મોત નીપજયું હતું અને યુવાનની હાલત હજુ પણ ગંભીર છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ યુવતી તેના કૌટુંબિક મામાના ઘરે પ્રસંગમાં આવી હતી અને ત્યારે તેના મામાના ઘર પાસે રહેતા યુવાનની સાથે ઝેરી દવા પી લીધેલ છે જેથી કરીને પ્રેમસબંધ હોવાની માહિતી સે આવી રહી છે જો કે, બંનેને સજોડે આપઘાત કરવા માટે ઝેરી દવા શા માટે પીધી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે






Latest News