મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી


SHARE







મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી

મોરબી શહેરની એ ગ્રેડની કહેવાથી નગરપાલિકાએ શહેરને નર્કાગાર જેવી પરિસ્થિતિમાં મૂકી દીધેલ છે અને જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરના ગંદા પાણી શેરી ગલીઓમાં ચોમાસાના વરસાદની જેમ વહેતા હોય છે ત્યારે મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર પાસે ઉભરાતી ગટર પણ સાફ કરવામાં આવતી ણ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, વોર્ડ નં- ૧૨ મા રામદેવપીરનું મંદિર છે ત્યાં ભાજપના એક ચૂંટાયેલા સદસ્યનું ઘર પણ આવેલ છે ત્યાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ગટર ઉભરાઈ છે જેના ગંદા પાણી મંદિરની આસપાસ ભરાઇ ગયેલ છે જેથી કરીને મંદિરે આવતા જતાં લોકોને હેરાન થવું પડે છે અને પાલિકાને ભૂગર્ભ ગટર સાફ કરવા માટે લોકોએ રજૂઆત કરી છે તો પણ ભાજપના ચૂંટાયેલા સદસ્ય અને ચેરમેન છે છતાં આ વોર્ડની અંદર કોઈ કામ થતું નથી આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેન રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ ગટરના પાણી વહેવા લાગ્યા છે જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકા ભાજપની છે અને ભાજપના સદસ્યના ઘર પણે ગંદકી છે તો પણ ત્યાં કામ કરવામાં આવતું નથી તો પછી બીજા લોકોના કામ કેવી રીતે કરવામાં આવતા હશે તે સૌથી મોટો સવાલ છે અને મોરબી પાલિકાના ભૂગર્ભ કામનો કોન્ટ્રાકટર રાખનાર કોન્ટ્રાકટરને જો પૈસા આપવવમાં આવે તો કામ થાય છે આટલી હદે પાલિકામાં ભ્રષ્ટાચાર પગ કરી ગયો છે માટે લોકોને આ ગંદકીમાંથી ઊગારવા કોંગ્રેસનાં આગેવાને રજૂઆત કરેલ છે 






Latest News