ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો


SHARE







મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીર વયની માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુના દુકાનદાર ઢગાની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અગાઉ માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ જો વાત કરીએ તો હાલમાં મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભ રાખી દીધો હોવાનું સામે આવ્યું છે અને સગીરાને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર મામલો સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી હાલમાં આરોપી સુરેશ ભગવાનજી ઝાલરીયા (42) નામના શખ્સની ધરપકડ કરેલ છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ જણાવ્યુ હતુ કે, સગીરાને બે ચાર દિવસ પહેલા પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે ડોક્ટરે સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તને પેટમાં ૧૯ સપ્તાહનો ગર્ભ હોવાની માહિતી આપી હતી જેથી કરીને માનસિક અસ્થિરતાનો ગેરલાભ ઉઠાવીને કોને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તે પ્રશ્ન ઊભો થયો હતો અને આ દીકરીને વિશ્વાસમાં લઈને તેને પુછવામાં આવતા સુરેશ ભગવાનજી ઝાલરીયા નામના શખ્સે વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ભોગ બનેલી સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે હાલમાં માનસિક અસ્થિર સગીરા સાથે દૂષકર્મ આચારનારા આરોપીને તો પોલીસે ઝડપી લીધેલ છે જો કે, આવા શેતાનો કયા સુધી માસૂમ દીકરીઓના દેહને અભડાવતા રહેશે તે સૌથી મોટો સવાલ છે 






Latest News