મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા(મી) નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા રોડ ઉપર પટકાયેલ યુવાનના પગ ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત


SHARE







માળીયા(મી) નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા રોડ ઉપર પટકાયેલ યુવાનના પગ ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત

મોરબી કંડલા હાઈવે ઉપર આવેલ નાજ રોડલાઇન્સ પાસેથી પસાર થતાં ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બાઇક ચાલક યુવાનને હાથે-પગે ઈજાઓ થઈ હતી અને તેની સાથે બાઇકમાં બેઠેલા યુવાનના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા ટ્રક ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુરના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાના ખીરઈ ગામે યાકુબભાઈ હૈદરઅલી સામતાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સવજીભાઈ તેરસીંગભાઈ વસાવા જાતે આદિવાસી (૩૦) અને કાંતિભાઇ કિનશાહ વસાવા (૨૫) બાઇક નંબર જીજે ૧૩ પીપી ૩૩૩૪ લઈને મોરબી હાઈવે ઉપર નાજ રોડલાઇન પાસેથી પસાર થતાં હતા ત્યારે તેઓના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને સવજીભાઈ અને કાંતિભાઈ રોડ ઉપર પટકાયા હતા અને ત્યારે કાંતિભાઈ વસાવાના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેથી કરીને ગંભીર ઈજા થવાના કારણે કાંતિભાઇ કિનશાહ વસાવા (૨૫) નું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માતના આ બનાવની અંદર સવજીભાઈ તેરસીંગભાઈ વસાવાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે




Latest News