મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતિને ઇજા


SHARE







મોરબીના સોખડા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતિને ઇજા

મોરબી માળીયા હાઈવે પર સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થતાં કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવે છે અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીમાં બ્લોક નંબર-૯૭ માં રહેતા મૂળ સોખડા ગામના રહેવાસી મનસુખભાઈ નથુભાઈ મકવાણા (૪૭) પોતાના પત્ની ગૌરીબહેનને બાઇક નંબર જીજે ૩૬ કયું ૨૫૦૧ માં બેસાડીને હાઇવે રોડ ઉપર સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩ સીઆર ૬૧૮૦ ના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી તેમજ તેના પત્ની રોડ ઉપર નીચે પડી ગયા હતા અને ગૌરીબેનને માથાના ભાગે હેમરેજ અને ફરિયાદી મનસુખભાઈને પણ શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા જોકે, અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા મનસુખભાઈ મકવાણા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 અકસ્માતમાં ઇજા

 મોરબીના નવલખી રોડ ઉપર હરિ પાર્કમાં રહેતા ગોવિંદભાઇ અરજણભાઈ વાઘેલા (ઉંમર ૪૦)ના પત્ની ધનીબેન (ઉંમર ૩૫) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક નંબર જીજે ૩૬  કે ૫૯૧૯ ના ચાલક દિનેશભાઈ વેલજીભાઈ કોળી રહે, નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાછળ વાળાએ તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ઘનીબેનને પગ અને માથામાં ઇજા થઇ હતી તેમજ આ બનાવમાં આરોપીઓ દિનેશભાઈ વેલજીભાઈ કોળીને પણ ઇજા થઇ હતી જેથી તે બંનેને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ધનીબેનના પતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે  






Latest News