મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના સુભાષ રોડે ચાર દુકાનમાં ચોરી: તસ્કર રોકડ, ઘીના ડબ્બા, અગરબતીના પેકેટ અને વાળ કાપવાનુ મશીન લઈ ગયો !


SHARE







મોરબીના સુભાષ રોડે ચાર દુકાનમાં ચોરી: તસ્કર રોકડ, ઘીના ડબ્બા, અગરબતીના પેકેટ અને વાળ કાપવાનુ મશીન લઈ ગયો !

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ સુભાષ રોડ ઉપર આવેલ જુદી જુદી ચાર દુકાનોને તસ્કરોએ શનિવારે રાતના સમયે નિશાન બનાવી હતી અને જુદીજુદી દુકાનોમાંથી કુલ મળીને ૪૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સુભાષ રોડ ઉપર હરિઓમ અગરબત્તી નામની દુકાન ધરાવતા અને વાવડી ચોકડી ભગવતી હોલ પાસે કૈલાસ પાર્કમાં રહેતા મોતીભાઈ તુલસીભાઈ મકવાણા જાતે આહીર (ઉંમર ૬૦)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની દુકાન અને અન્ય વેપારીઓની દુકાનમાં ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ભોગ બનેલા વેપારીએ જણાવ્યુ છે કેગત તારીખ ૧૬/૧ ના રાત્રિના દોષ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધીમાં તેઓની દુકાનના તાળાં તોડીને ત્રણ ઘીના ડબ્બા અને અગરબત્તીના પાંચ પેકેટની ચોરી કરે છે તેમજ મનીષભાઈ શશીકાંતભાઈ મીરાણીની દુકાનમાથી રોકડ ૪૦૦૦, અનીલભાઈ દેવજીભાઈ સોલંકીની દુકાનમાથી વાળ કાપવાનુ મશીન લઈ ગયા છે અને નીમચંદ ભાઈચંદભાઈ મહેતાની દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કર્યો હતો આમ ચાર દુકાનના તાળાં તોડીને તસ્કરો કુલ મળીને ૪૫૫૦ નો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા મોતીભાઈ મકવાણાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News