મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ


SHARE



































મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

દેશના મહાન ક્રાંતિકારી અને આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ તેમજ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ અંતર્ગત રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શૈક્ષણિક, રમત ગમત તથા અન્ય ક્ષેત્રોમાં અગ્રેસર આદિજાતિના લોકોનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.

જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાના બલિદાન અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારો અને આદિજાતિના વિકાસ માટે સતત પ્રયાસરત છે. શિક્ષણ, આરોગ્ય, આવાસ, કૌશલ્ય વિકાસ તેમજ પાયાની સુવિધાઓ થકી છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક અમલ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, દીકરીઓને સ્વાવલંબન અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકાર નક્કર આયોજન સાથે આગળ વધી રહી છે.

આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવના સાથે ભગવાન બિરસા મુંડાજી અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદભૂત યોગદાન આપનાર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, બલિદાન અને શૌર્યને ભાવભીરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અમલી બનાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓના વિશેષ લાખો લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયા અને ચતુરભાઈ સહિત સ્થાનિક પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા આદિજાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


















Latest News