મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં


SHARE



































મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં

મોરબી-માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામની પાસે બ્રીજ ઉતરતા સીએનજી પેટ્રોલ પંપ સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાની સાથે અન્ય રીક્ષા અથડાતા તેમાં બેઠેલા રાજુ ભલા ભરવાડ (46), કૈલાષ માત્રા લાંબરીયા (16) જયમલ મશરૂ મુંધવા (16), ધીરૂ મશરૂ મુંધવા (14) જયેશ ચંદુ બારોટ (17) રહે. બધા ટીંબડી પીરબાપા શેરી તા.મોરબીને ઈજાઓ થયેલ હોય પાંચેયને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે મોરબીના વિજયનગરમાં રહેતા નિઝામ રહીમ સુમરા (28)ને ઘર પાસે અજાણ્યા ઈસમે માર મારતા નિઝામને સારવારમાં ખસેડાયો હતો. તેમજ મોરબી વીસીપરામાં રહેતા અલ્તાફ ઈલ્યાસ માણેક (25) અને જશીબેન અલ્તાફ માણેક (30)ને ઘરે થયેલ મારામારીમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

જુદાજુદા 3 બનાવ 
 મોરબીના કેરાળા (હરીપર) ગામે રહેતા સહુનાબા ધનુભા જાડેજા (61)ને છાતીમાં દુખાવો ઉપડતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ કરાતા આગળની તપાસ કરવામાં આવી હતી.તો જોધપર નદી ગામે વાડીએ કામ કરતા પરીવારની ત્રણ વર્ષની દીકરી રાજલ દશુભાને સાપ કરડી જતા સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ લીલાપર અને જોધપરની વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ રજની વાલજીભાઈ ખાડીયા (23) રહે. લીલાપરને સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં
 અમરનગર ગામે આવેલા આર્ટીકોન કંપનીના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પટકાતા ઈજા પામેલા અખીલેશ કાલુભાઈ કટક (22) નામના યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયારે રવાપર નદી ગામની પાસે એસટીની બસ અને છકડો રીક્ષા અથડાતા ઈજાગ્રસ્ત થયેલા જયંતિભાઈ છગનભાઈ જીંજુવાડીયા (52), કિશન બળદેવભાઈ મકવાણા, રોશન સુભાષ કુંઢીયા, મહેશ મનજી વેગડા, મનોજ બળદેવ અને ભુપતભાઈ જેઠાભાઈ રહે. બધા રફાળેશ્ર્વર અને લીલાપરને સારવારમાં ખસેડાયા હતા.

મારામારી
 પાવડીયારી ગામ પાસેના સિરામીક કંપનીના કવાટરમાં રહેતા કુનીસિંગ ચંદનભાઈ દેવેન્દ્ર (30) નામની મહીલાને ત્યાં મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જયારે ઘુંટુ રોડ માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા શીલ્પાબેન અશ્ર્વિનભાઈ રાઠોડ (27)ને ઘરે પતિ સાથે બોલાચાલી થયા બાદ દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા. જયાંથી પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એચ.એસ. ભટ્ટ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

બાળકી અને યુવાન સારવારમાં
વાંકાનેરના જેતપરડા ગામે સીરામીક યુનીટ પાસે રહી મજુરી કામ કરતા પરીવારની બે વર્ષની આશી પુષ્પેન્દ્રસિંગ નામની બાળકી દસેક ફુટની ઉંચાઈએથી નીચે પડી જતા ઈજા પામેલ હોય અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી. અને નવલખીના દરીયે માછીમારી દરમ્યાન સાપ કરડી જતા તાજમામદ રહીમભાઈ ભટ્ટી (21) રે. જુમાવાડી નવલખીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.


















Latest News