મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા


SHARE







માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા

 માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ માટે ખસેડીને હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કેમૃતક યુવાન રોહિતભાઈને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે




Latest News