મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ


SHARE







મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવાની કરી માંગ

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વક્ફ અધિનિયમ ૧૯૯૫ ને રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવાની માંગ કરવામાં આવી છે અને આ સંગઠન દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદે જમીનનો કબ્જો કરીને રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને ભારતીય બંધારણની ઉપરવટ જઈને વકફ એક્ટ-૧૯૯૫ ની કલમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને કાયદાનો ખુલ્લે આમ ભંગ થાય છે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવામાં આવે અને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાઠોડ ભગીરથસિંહના નેતૃત્વમાં માંગ કરવામાં આવી છે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે યોગેશ ભારથી ગૌસ્વામી, સત્યજીતસિંહ રાઠોડ, ધાર્મિક પટેલ, જાડેજા મહિદીપસિંહ, સાવનભાઈ ગજ્જર, રાહુલભાઈ ઠાકોર, માધવભાઈ બતાળા, પંકજભાઈ અગોલા, જય ભીમાણી, ખુશાલ વડલિયા, રૂપેશ રાણપરા, ભટ્ટી યશ, ભાવિન ચાવડા, શિવમભાઈ ઠાકોર, કાલરીયા જીતેન્દ્ર, બાબુભાઈ રબારી સહિતના સંગઠનના કાર્યકર્તા ભાઈઓ હજાર રહ્યા હતા




Latest News