માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા


SHARE











મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે કેબીનમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરવામાં આવે છે તેવી ચોક્કસ હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 958 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ગાંજો, ગાંજાનું વેચાણ કરીને મેળવેલા રોકડા રૂપિયા તથા બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 91,400 ના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો પ્રિન્સ કોળી નામનો શખ્સ તેના માણસ વિપુલ કોળીને સાથે રાખીને રવિરાજ ચોકડી નજીક માળિયા તરફ જતા પુલના છેડા પાસે મેલડી મહેર લખેલી કેબીનમાં ગાંજાનો જથ્થો રાખીને ત્યાંથી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે જેથી એસઓજી ની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર રવીરાજ ચોકડી પાસે મેલડી મહેર લખેલી કેબિનમાંથી 958 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 47,900 રૂપિયા તથા ગાંજાનું વેચાણ કરીને મેળવેલા 23,500 અને 20,000 ની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 91,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપી પ્રિન્સ પ્રવીણભાઈ ધંધુકિયા રહે. રણછોડનગર શેરી નં-1 વીસીપરા મોરબી મૂળ રહે દહીસરા તાલુકો માળીયા મીયાણા તથા આરોપી વિપુલભાઈ રમેશભાઈ કુંજરીયા રહે. વાવડી રોડ મીરા પાર્ક સોસાયટી, મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવીને આરોપી તથા મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

નાસતા ફરતા બે આરોપી પકડાયા

સરહદીયા રેન્જ ભુજના આઈજી દ્વારા તા. 1 થી 15 સુધી નાસતા કરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન મોરબી તાલુકાના ગુનામાં નાસતા ફરતા આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (43) રહે. ખીરઈ વાળાને તેના રહેણાંક મકાનેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે જ્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઇ કટિયા (21) રહે. માળીયા વનાળિયા સોસાયટી મોરબી વાળાની ગ્રીનચોક ખાતેથી અટકાયત કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.




Latest News