મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત 


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત 

મોરબી જિલ્લાના શિક્ષકોના નિવૃત્તિ પછીના લાભો, ઉચ્ચતર પગાર ધોરણ અને અન્ય ભથ્થા માટે ગ્રાન્ટ ફાળવવા સહિતની રજુઆત કરવાની હતી જેથી કરીને મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો માટે ગાંધીનગર જઈને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

સમગ્ર ગુજરાતની જન સુખાકારી માટે સતત કાર્યરત અને અરજદારોને શાંતિપૂર્વક સાંભળતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા ઉપાધ્યક્ષ અને માળિયાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, રાજુભાઈ ગોહિલ, હળવદની ટિમ વગેરે કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે બ્રિજેશભાઈ મેરજાને મળી શિક્ષકોના પગાર ભથ્થા, ઉ.પ.ધો., એરિયર્સ અને નિવૃત્તિ પછી મળતા લાભો માટેની ગ્રાન્ટ જીરો આવેલ છે તે બાબતે રજૂઆત કરી હતી જેથી મંત્રીએ ડો.વિનોદ રાવ સચિવ શિક્ષણ વિભાગને તાત્કાલિક ઘટતું કરવાની સૂચના આપી હતી તેમજ શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ મોરબીમાં ટ્રાન્સફરનું કામ પૂર્ણ થવામાં છે એવું મંત્રીએ જણાવ્યું હતું.

તેમજ અન્ય પ્રશ્નો માટે બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી. બ્રિજેશભાઈને મળવા માટે બહોળી સંખ્યામાં લોકો હાજર હતા અને મંત્રીની ત્વરિત કાર્ય કરવાની પદ્ધતિથી અરજદારો ખુશખુશાલ થઈને ચેમ્બરની બહાર નીકળતા હતા. ત્યારબાદ ટિમ મોરબીએ કમાંડ અને કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી અને ગુજરાત ભરના શિક્ષકો સાથે કેવી રીતે વાત કરવામાં આવે છે? એનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલમાં એકમ કસોટી હાલના સમયમાં મોકૂફ રાખવા બાબતે અધિકારીને રજુઆત કરી હતી.અને કન્વીનર પ્રકાશભાઈ ભટ્ટી સાથે મીટીંગ કરી ખાનગી શાળાના બાળકો માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જી.શાલા એપમાં એડ કરવા માટે શાળા કક્ષાએથી માહિતી મંગાવી અપડેટ કરવા માટે ચર્ચા કરી હતી.અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પુરવા માટે એપમાં સુધારો કરવા બાબતે ચર્ચા કરી હતી.






Latest News