મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !?


SHARE





મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !?

મોરબીની સબજેલમાં શનિવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં જેલ અધિક્ષકના હુકમથી સ્ટાફ દ્વારા જડતી લેવામાં આવી હતી અને ત્યારે જેલના સર્કલ નંબર- 2 ની અંદર રાખવામાં આવેલ કાચા આરોપીના પેન્ટના નેફામાંથી એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તથા જીઓ નું સીમકાર્ડ મળી આવ્યું હતું જેથી જેલના સુબેદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસમાં જે કોઈ કેદીઓના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીની સબજેલ જાણે કે મોબાઈલ શોપ હોય તેમ અવારનવાર ત્યાંથી મોબાઇલ ફોન મળતા હોય છે અગાઉ ત્રણથી ચાર વખત જડતી લેવામાં આવી હતી ત્યારે ત્યાંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે જો કે, તે મોબાઈલ ફોન કોના હતા અને તે કઈ રીતે અંદર પહોંચ્યા હતા તે બાબતે આજ દિવસ સુધી ખુલાસો થયો નથી તેવામાં વધુ એક વખત શનિવારે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં મોરબી સબજેલના અધિક્ષક એચ.એ.બાબરિયાના હુકમથી સ્ટાફ દ્વારા સર્કલ નં-2 ખોલીને ત્યાં જડતી લેવામાં આવી હતી અને જડતી લેવામાં આવી હતી તે દરમિયાન જેલની અંદર રહેલ કાચા આરોપી ફારુક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાંથી એન્ડ્રોઇડ એક મોબાઈલ ફોન તથા જીઓ કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું હતું જેથી કરીને 1,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જેલની અંદર પ્રતિબંધિત વસ્તુ મળી આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જેલના સુબેદાર રાજુભાઈ એન. જેજરીયાએ તપાસમાં જે આરોપીઓના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનાની વધુ તપાસ પીએસઆઇ એન.આર. વાણીયા ચલાવી રહ્યા છે




Latest News