મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા


SHARE





રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા

મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ 2026માં વધુમાં વધુ ખેલાડીઓ જોડાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાઈફલ શૂટિંગમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અંજુ શર્માની આજે મોરબી કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેઓએ મોરબી જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવે તેના માટે અપીલ કરી છે. અને ખેલ મહાકુંભ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તા 22 સપ્ટેમ્બર છે.

ગુજરાત સરકાર દ્વારા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ખેલ મહાકુંભ 2026 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે વિવિધ રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે અને શાળા, તાલુકા, જિલ્લા સહિત વિવિધ કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. મોરબી જિલ્લામાં પણ ખેલાડીઓમાં ખેલ મહાકુંભને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય રાઈફલ શૂટરે ખેલાડીઓને વધુમાં વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવીને સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. અને 22 સપ્ટેમ્બર 2026 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. ઓપન કેટેગરી અને કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલ અથવા પોતાની કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકે છે. રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવા માંગતા મોરબી જિલ્લાના ખેલાડીઓ માટે આ એક મહત્વપૂર્ણ તક છે. તેવામાં મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે મોરબી જિલ્લા યુવા ભાજપ સ્પોર્ટ્સ સેલના ઇન્ચાર્જ તેમજ ઇન્ટરનેશનલ શૂટિંગ પ્લેયર અંજુ શર્માની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ એ માત્ર રમતગમત નથી પરંતુ જે ખેલાડીઓ રમત ગમત ક્ષેત્ર પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તેના માટેનું પ્રથમ પગથિયું છે અને ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા ખેલાડીઓને આગળ વધવા માટે સરકાર દ્વારા તેનો તમામ પ્રકારનો ખર્ચ ઉઠાવવામાં આવતો હોય છે




Latest News