મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત


SHARE





મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત

મોરબીમાં નગર દરવાજા ચોક પાસે આવેલ મોબાઈલની દુકાનમાં એસઓજી ની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી 40 જેટલા મોબાઈલ ફોન શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને મોબાઈલ ફોનના કોઈપણ જાતના આધાર પુરાવા દુકાનદાર પાસે હતા નહીં જેથી શંકાસ્પદ મોબાઈલ ફોન કબજે કરીને દુકાનદારને પકડવામાં આવેલ છે અને હાલમાં મુદ્દામાલ તથા દુકાનદાર બંનેને મોરબી એ ડિવિઝન હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એસઓજી ની ટીમ દ્વારા મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ શ્રી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી અલગ અલગ કંપનીના 40 જેટલા મોબાઈલ ફોન બિલ કે આધાર પુરાવા વગર મળી આવ્યા હતા અને દુકાનદાર પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને મોબાઈલ અંગેના કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી ચોરી કે છળકપટથી મેળવેલા 40 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત બે લાખ રૂપિયા થાય છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા બીએનએસની કલમ 106 (1) હેઠળ કબજે કરવામાં આવ્યો હતો અને દુકાનદાર દિનેશભાઈ ભમરારામ પુરોહિત રહે. હાલ લક્ષ્મીનગર સામે ટ્રાન્સપોર્ટનગરમાં શિવ શક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાને પકડીને મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News