મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે છેલ્લા ચારેક મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે દરમિયાન ગત તારીખ 17 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે રાત્રિના સમયે આંદોલનકારીઓ દ્વારા સત્યાગ્રહ છાવણી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 21 આંદોલનકારી ખેડૂતો અને મહિલાઓની સામે નામ જોગ તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ નિલેશ ઘેટીયા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આંદોલનકારી નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુરભાઈ અઘારા, રાજુભાઈ ભૂદરભાઈ કંડિયા, દીપકભાઈ નાથાભાઈ જાકાસણીયા, લાલજી ઘનશ્યામભાઈ જાકાસણીયા, લલિત ઉર્ફે ભેટીયો ચીકુભાઈ અઘારા, કોકોભાઈ બચુભાઈ કંડિયા, અમિત બચુભાઈ કંડિયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલભાઈ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદભાઈ ધરમશીભાઈ અમૃતિયા, ચતુરભાઈ છગનભાઈ અઘારા, લાલુભાઈ અમરશીભાઈ વરસડા, હિરેનભાઈ ચંદુભાઈ અઘારા, વિપુલભાઈ મગનભાઈ કંડિયા, ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડી હર્ષદભાઈ અઘારા, મિતલબેન વિપુલભાઈ કંડિયા, જ્યોતિબેન નિકેતભાઈ પંચાસરા, નીરુભા પ્રમોદસિંહ જાડેજા અને હિરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને તારીખ 17 ના રોજ રાત્રિના સમયે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જેતપર ગામે સત્યાગ્રહ છાવણીના ડોમ પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા બનાવીને તેના ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને પૂતળાને સળગાવ્યા હતા અને લાકડાના ધોકા વડે પૂતળાને મારીને નારે બાજી પણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે હાલમાં પીઆઇ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News