મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ
SHARE
મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ માળિયા મીયાણા તાલુકા વિસ્તારમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ થયો છે અને મોરબી તથા ટંકારા તાલુકા વિસ્તારમાં નજીવો વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે.
મોરબી જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ બઘડાસટી બોલાવી દીધી હતી અને મોટાભાગના સ્થાનિક જળાશયો છલકાવી દીધા હતા જોકે, ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો હતો જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા કેમકે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસ મગફળી સહિતના પાક લેવા માટે વરસાદના આધારે વાવેતર કર્યું હતું જો કે વરસાદ ખેંચાવાના કારણે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ હતી તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી જ રીતે મોરબીના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે મોરબી જિલ્લામાં આવતા પાંચ તાલુકાની વાત કરીએ તો છેલ્લી 24 કલાકમાં માળિયા તાલુકા વિસ્તારમાં 131 એમએમ, વાંકાનેર તાલુકા વિસ્તારમાં 37 એમએમ, મોરબી તાલુકા વિસ્તારમાં 7 એમએમ અને ટંકારા તાલુકા વિસ્તારમાં 3 એમએમ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે અને હળવદ તાલુકા વિસ્તારમાં નહિવત વરસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ થયો હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે
ચાલુ વર્ષે પડેલા વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબી તાલુકા વિસ્તારમાં 659 એમએમ પડ્યો છે જ્યારે માળિયા તાલુકામાં 635 એમએમ, હળવદ તાલુકામાં 536 એમએમ, વાંકાનેર તાલુકામાં 521 એમએમ અને ટંકારા તાલુકામાં 442 એમએમ વરસાદ નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષોમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકા વિસ્તારમાં નોંધાતો હોય છે જોકે ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધી જે વરસાદ નોંધાયો છે તેમાં સૌથી ઓછો વરસાદ ટંકારા તાલુકા વિસ્તારમાં થયો હોવાનું જાણવા મળ્યું છે આજે પણ વરસાદી માહોલ છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. અને માળિયા શહેર અને તાલુકામાં સવા પાંચ જેટલો વરસાદ વરસ્યો છે તેમ છતાં પણ વરસાદી પાણી વહી જવાના લીધે કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નુકસાની થયેલ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે









