મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ


SHARE





મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેનાં અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના આંદરણા ગામે રાત્રીસભા યોજાઈ હતી. રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, પ્રાંત અધિકારી પ્રવીણ સિંહ જેતાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો . પવન કુમાર શ્રીવાસ્તવ, પીજીવીસીએલ મોરબીના અધિક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર, નાયબ પશુપાલન નિયામક, નાયબ ખેતી નિયામકઓ, જિલ્લા બાગાયત અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ/પંચાયતના કાર્યપાલક ઇજનેરઓ સહિત મોરબી તાલુકાને લગતા તમામ અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News