મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા


SHARE





મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા

મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં ફીંદલાની વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 50,080 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ફીંદલાની વાડી બોરીયા પાટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ ગેલાભાઈ કંઝારીયા (43), ભગવાનજીભાઈ અવચરભાઇ નકુમ (48), સુરેશભાઈ લખમણભાઇ નકુમ (44), સંજયભાઈ અરજણભાઈ જાદવ (27), દેવરાજભાઈ મૂળજીભાઈ પરમાર (32), નારણભાઈ છગનભાઈ પરમાર (44) અને જગદીશભાઈ દામજીભાઈ ડાભી (32) રહે. બધા બોરીયા પાટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 53,080 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના પીપળી ગામે મારુતિ પાર્કમાં રહેતા ચનાભાઈ ખીમાભાઈ ગોહિલ (50) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીમાં રહેતો મયુર વિનોદભાઈ રાઠોડ (27) નામનો યુવાન જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News