મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE





મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત

મોરબીના બરવાળા ગામ પાસે રેલવેના પાટા ઉપર કોઈ પણ કારણોસર યુવાન ટ્રેન સાથે અથડાતાં તેને શરીરે ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતુ જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. 

માળીયા મીયાણા તાલુકાના મેઘપર (દેરાળા) ગામના રહેવાસી વિજયભાઈ નારણભાઈ રાઠોડ (45) નામનો યુવાન મોરબીના બરવાળા રેલવે સ્ટેશન પાસે પાટા ઉપર ફાટક નંબર 39 સામે રેલ્વે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન સાવનભાઈ વિજયભાઈ રાઠોડ રહે. મેઘપર વાળામોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીના બનાવોમાં ઇજા
મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા લીલાભાઈ હરજીભાઈ દેગામા (60) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારની અંદર રહેતા બેબીબેન જયેશભાઈ સુરેલા (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જયારે મોરબીના વીસીપરામાં રહેતા સલમાબેન શાહમદાર (40) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે લાહી ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.




Latest News