મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ


SHARE





મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ

મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયાના નિવાસ્થાને ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગુરુવારે દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જુદાજુદા કાર્યક્રમ યોજાયા હતા તેવી જ રીતે તેઓએ પણ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાઆરતીનું આયોજન કર્યું હતું જેમાં મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ કોર્પોરેટર, જીગ્નેશભાઈ કૈલા, વિક્રમભાઈ ગોલતર તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ગણેશજીની આરતી, પૂજા અને દર્શનનો લાભ લીધો હતો અને ખાસ કરીને રાજ્યમંત્રી સહિતના સહુકોઈએ ગણપતિ દાદાને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થઈને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ જારીયા તેમજ મોરબીના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા તથા તેઓના પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News