મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ


SHARE





મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ભંગારનો ડેલો ધરાવતા યુવાન અને તેના ભાગીદારને કોપરનો ભંગાર આપવા માટે થઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની પાસેથી બેન્ક એકાઉન્ટમાં 15,98,720 મેળવી લેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો જેથી યુવાન અને તેના ભાગીદારની સાથે ઠગાઈ કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જો તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણ આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામે ઘુટુ રોડ ઉપર આઈટીઆઈની બાજુમાં આવેલ તુલસી પાર્કમાં રહેતા હરિલાલ વિરુજી ગુર્જર (42)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. ઇન્દીરાનગર મોરબી, ઇરફાનભાઇ રહે. નાના ખીજડીયા ટંકારા, કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર 9050354347 ના ધારક તેમજ ઈમ્તિયાઝભાઈ, મયુરભાઈ અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મહેન્દ્રનગર ગામ પાસે ફરિયાદીનો ભંગારનો ડેલો આવેલો છે અને ફરિયાદી તથા સાહેઅંકિતભાઈ ભંગારની લે વેચનો ધંધો કરતા હોય તેઓની સાથે ઠગાઈ કરવા માટે આરોપીઓએ એકબીજા સાથે મળીને કાવતરું કર્યું હતું અને નિતેશભાઇ તથા ઇરફાનભાઇએ અન્ય આરોપીઓના એજન્ટ બનીને ફરિયાદી તથા સાહેને કોપરનો ભંગાર વેચાણ આપવા માટે વિશ્વાસમાં લીધેલા હતા અને ફરિયાદી અને સાહેપાસેથી કુલ મળીને 15,98,720 રૂપિયા કોપરનો ભંગાર આપવા માટે થઈને મેળવી લેવામાં આવી હતી જોકે ત્યારબાદ કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો અને ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. ઇન્દિરાનગર મોરબી, ઇરફાનભાઇ કાસમભાઈ ઠમણા રહે. નાના ખીજડીયા ટંકારા તથા કમલેશભાઈ જગજીવનભાઈ સિંદલ રહે. દેવ પાર્ક સર્વોપરી સ્કૂલની બાજુમાં મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે. અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News