મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE





હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત

હળવદ તાલુકાના રાણેકપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન ટ્રેક્ટરની ટ્રૉલીમાં મરચી ભરીને હળવદ ખાતે થઈને આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાને ટ્રેક્ટર સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે ટ્રેક્ટર ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ચંદ્રકાંતભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેતીકામ કરતા અશ્વિનભાઈ દલાભાઈ તાવીયાડ (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક ભરતભાઈ શામજીભાઈ સીપરા (45) રહે. નવા રાણેકપર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, નવા રાણેકપર અને જુના રાણેકપર ગામની વચ્ચે આવેલ વાડી પાસેથી તે પોતાનું ટ્રેક્ટર નંબર જીજે 36 એઆર 8522 લઈને ચંદ્રકાંતભાઈ પટેલની વાડીએથી ટ્રેક્ટરમાં મરચા ભરીને હળવદ ખાતે આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે ભરતભાઈએ તેનું બાઈક નંબર જીજે 36 એજી 9045 બેદરકારીથી ચલાવીને ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો. બનાવમાં ભરતભાઈ સીપરાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાન સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News