મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
SHARE
મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
મોરબીના સરદાર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને રાત્રિના સમયે દુકાનની દીવાલમાં બાકોરૂ પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ સોના ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ સોની વેપારી દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે સરદાર રોડ ઉપર આવેલ ખારા કુવા વાળી શેરીમાં રહેતા દીપકભાઈ જયંતીભાઈ માંડલિયા (45)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગત તા. 5/9 ના રોજ રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓની સરદાર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દિવાલમાં બાકોરૂ પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી દુકાનમા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલા સોના ચાંદીના દાગીના તથા ભંગારમાંથી 24 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 2.74 લાખ રૂપિયા તથા 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 12.50 લાખ તથા ચાંદીનો 1 કિલો 500 ગ્રામ ભંગાર જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી સોની વેપારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









