મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા


SHARE





તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા

રાજ્યમાં લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન માટે થઈને ભોગ બનેલા વ્યક્તિની અરજી લઈને પોલીસ દ્વારા કેર પોર્ટલમાં તેની એન્ટ્રી કરવામાં આવતી હોય છે ત્યાર બાદ તેના પર સતત મોનિટરિંગ કરીને લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન માટે અરજીઓ લેવામાં આવી હતી અને ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇપી વાય.બી.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.સી.ગોહિલ અને કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજા તથા રવિભાઈ પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી અને કેર પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવેલ હતી તેના ઉપર સતત મોનિટરિંગ કરીને લોકોના ખોવાયેલા તથા ચોરાયેલા કુલ મળીને 36 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 10.31 લાખ રૂપિયા તથા એક અરજદાર રિક્ષામાં મુસાફરની જેમ બેઠા હતા અને ત્યાં રોકડા રૂપિયા 96 હજાર તે ભૂલી ગયા હતા જે અંગેની અરજી લઈને નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી તાત્કાલિક તે રિક્ષાને શોધી કાઢીને ભોગ બનેલા વ્યક્તિને તેના રોકડા રૂપિયા શોધી આપવામાં આવ્યા હતા આમ કુલ મળીને 11.27 લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે.એમ.આલ તથા પીઆઇ વાય.બી.જાડેજાની હાજરીમાં મૂળ માલિકોને પરત કરવામાં આવેલ છે.




Latest News