વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ


SHARE







હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ

હળવદના દેવપુર (સુપર) ગામે નદી ઉપર આવેલા પુલ નજીક ડમ્પર ટ્રક કોઈપણ જાતની આડશ રાખ્યા વગર ઊભો રાખવામાં આવેલ હતો તે ડમ્પરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ હળવદને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલ યુવાન હેઠળ સારવાર હેઠળ છે દરમિયાન ઇજા પામેલા યુવાનના ભાઈએ ડમ્પર ટ્રકના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના દેવપુર (સુપર) ગામે રહેતા સુરેશભાઈ ગાડુંભાઈ દેકાવાડીયા (38)હાલમાં ડમ્પર ટ્રક નંબર જીજે 36 એક્સ 5318 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, સુપર ગામ ખારી નદી પર આવેલા પુલ નજીકથી તેઓના મોટાભાઈ અશોકભાઈ બાઈક નંબર જીજે 1 બીસી  6241 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે કોઈ પણ પ્રકારની આડરાખ્યા વગર ત્યાં રસ્તા વચ્ચે પોતાનું વાહન ઊભું રાખ્યું હતું અને ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે ફરિયાદીના મોટાભાઈનું બાઈક અથડાઈ ગયું હતું અને અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના મોટાભાઈને હાથે પગે અને શરીરે ગંભીર ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ ટ્રક ડમ્પરનો ચાલક પોતાના હવાલા વાળું ડમ્પર સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આરોપને પકડવા માટે શરૂ કરેલ છે ઉલેખનીય છે કે, ઇજા પામેલા અશોકભાઈ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે અને તેઓ કોમામાં છે.




Latest News