વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા


SHARE







વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા

 

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી રસ્તાઓ પર ઉભેલા લારી-ગલ્લા, રેકડીઓ અને કેબીન દુર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અનેક દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી હતી. માર્ગો પરથી દબાણ દુર થતા મુખ્ય રસ્તાઓ ખુલ્લા દેખાયા હતા.

જેના કારણે વાહન વ્યવહાર પણ વધુ સુગમ બન્યો હતો. નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા  મુજબ, જાહેર  માર્ગો પરના ગેરકાયદે દબાણ દુર  કરીને નાગરિકોને અવરજવર માટે સરળતા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.સ્થાનિક લોકોમાં કેટલાકે આ કાર્યવાહીનું સ્વાગત કર્યુ હતું જયારે કેટલાક અસરગ્રસ્તોએ પોતાના રોજગાર અંગે ચિંતા વ્યકત કરી હત. હાલ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણમુકત માર્ગો જાળવી રાખવા માટે આગળ પણ જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




Latest News