મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો


SHARE







મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો

મોરબીના શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિને ઇન્સ્ટગ્રામમાં મેસેજ કર્યો હતો તે બાબતે પૂછતી હતી દરમ્યાન તે મહિલાનો પતિ ઉશકેરાઈ ગયો હતો અને પટ્ટા વડે શરીરે તથા માથામાં બક્કલ વડે માર માર્યો હતો અને મારામારીમાં મહિલાની આંગળીમાંથી નખ નીકળી ગયો હતો તેમજ મહિલાને તેના સાસુ દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ભોગ બનેલ મહિલાને તેના પતિ એન સાસુ દ્વારા અવારનવાર શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને પતિ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પતિને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના નાળા ગામે નવા પ્લોટમાં રહેતા સુનીતાબેન પ્રકાશભાઈ સોલંકી (32હાલમાં તેના પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી અને સાસુ નંદુબેન છગનભાઈ સોલંકી રહે.બંને નાળા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના પતિના મોબાઇલમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરેલ હતો.જે બાબતે પૂછતા ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીને પટ્ટા વડે શરીરે અને માથાના ભાગે પટ્ટાના બક્કલ વડે માર માર્યો હતો અને મારામારીમાં ફરિયાદીની ટચલી આંગળીનો નખ નીકળી ગયો હતો જ્યારે મહિલાને તેની સાસુએ ગાળો આપી હતી.આમ પતિ તથા સાસુ દ્વારા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મહિલાને તેના પતિએ મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી (32) ને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા રોશનબેન રફિકભાઈ શેડાત (30) નામના મહિલાએ વીસીપરામાં આવેલ ખાડા વિસ્તારમાં રહેતો હાસમ સેડ (20) નામનો યુવાન માનસિક બીમાર હોય ઘરેથી બાથરૂમ જવાનું કહીને નીકળ્યો હતો.ત્યારબાદ તે પરત આવ્યો નથી જેથી યુવાન ગુમ થઈ ગયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટાફના સતિષભાઇ ગડચરએ તજવીજ હાથ કરી છે.






Latest News