મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન


SHARE







વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ, મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે સતવારા જ્ઞાતિ વાડી, વાઘપરા, મોરબી ખાતે હિન્દુ પરંપરા અનુસાર જાગરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાસ-ગરબા તેમજ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ સ્પર્ધાત્મક રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૫૦ થી વધુ દુર્ગાઓ તેમજ અંદાજે ૭૦ બહેનો અને માતાઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતા.

સ્પર્ધાત્મક રમતોમાં વિજેતા બનેલી બહેનોને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દુર્ગાવાહિની દ્વારા સમાજ, સંસ્કૃતિ, સેવા અને સંગઠન ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે બૌદ્ધિક પણ યોજાયું હતું, જેમાં ઉપસ્થિત બહેનોને સંગઠનના કાર્ય તથા ધ્યેયથી અવગત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ, ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






Latest News