મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં રેન્જ આઇજીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1.85 લાખ રૂપિયા રોકડા તથા વાહન, મોબાઇલ વિગેરે મળીને 5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

રેન્જની ટીમ મોરબી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા (61) રહે. રિલાયન્સનગર રવાપર રોડ મોરબી, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારીયા (49) રહે. રફાળેશ્વર, યોગેશભાઈ લખમણભાઇ પટેલ (32) રહે. મિલાપનગર અવની ચોકડી પાસે મોરબી અને જયેશભાઈ શાંતિલાલ કાલરીયા (48) રહે. મિલાપનગર અવની ચોકડી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 1,85,300 ની રોકડ, 14,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન અને 3.25 લાખની કિંમતના બે વાહન આમ કુલ મળીને 5,24,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબી મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં જયેશભાઈ કાલરીયાએ કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 9 માં ઉમેદવારી કરી હતી જ્યારે જગદીશભાઈ અઘારાએ આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 11 માંથી ઉમેદવારી નોંધાવી હતી આમ જુગારની રેડ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ચાર વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી






Latest News