મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ


SHARE







મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા પરિવારની યુવતી થોડા દિવસ પહેલા ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળ્યા બાદ ઘરે પરત ફરેલ ન હોય પરિવારજન દ્વારા પોલીસને જાણ કરલામાં આવેલ છે.જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ રાવતભાઇ રાઠોડ આહિર (૪૨) ધંધો ડ્રાઇવિંગ હાલ રહે.માર્કો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મૂળ રહે.ખરેડા તા.જી.મોરબી એ જાહેર કર્યું હતું ક, ગત તા.૩૧-૫ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં તેઓની દીકરી જાન્વીબેન ભરતભાઈ રાઠોડ (ઉંમર ૨૪) ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ હતી.અને બાદમાં ઘરે પરત ફરેલ નથી. ઘરમેળે શોધખોળ કર્યા છતાં જાન્વીબેનનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ ભરતભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમનોંધ દાખલ કરવામાં આવી છે. જેની તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા હોય બનાવ સંદર્ભે કોઇને કંઇ જાણ હોય તો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અથવા તપાસ અધિકારી વિજયભાઈ મિયાત્રા મોબાઈલ નંબર ૯૯૨૫૬ ૪૫૪૯૪ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયેલ છે.

ગળેફાંસા ખાતા સારવારમાં

મોરબી એસપી રોડ કસ્તુરી એપાર્ટમેન્ટ નજીક રહેતા ઇગેરાજ ખડકનંદ પરિહાર નામના ૨૦ વર્ષના નેપાળી યુવાને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા તન્વીર હબીબભાઈ કાજડીયા (૧૩) ને લીલાપર રોડ હોથી પીર દરગાહ નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક કાંતિનગર વિસ્તારમાં રહેતા ગુલનાઝબેન મુસ્તાકભાઈ નામની ૩૬ વર્ષીય મહિલાને ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સરીફાબેન ફિરોજભાઈ માણેક નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઘરે કપડાં ધોવાનું લિક્વિડ પી ગયા હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News