હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકો હેરાન છે અને મહેન્દ્રનગર ચોકડીટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે પાકું બસ સ્ટેશન નથી જેથી મુસાફરો સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને ખાસ કરીને દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને નોકરીયાત સહિતના લોકો બસની મુસાફરી કરે છે જેથી તેઓ બસની રાહ જોતા હોય છે તેઓને બસ માટે તડકા અને વરસાદમાં પણ ઊભા રહેવું પડે છે. જેથી બસ સ્ટેશન બનાવવામાં આવે અને ત્યાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, લાઇટિંગ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં, મહેન્દ્રનગર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે. જેથી ત્યાં વિશાળ ટ્રાફિક સર્કલ બનાવવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.






Latest News