મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની


SHARE





માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની

માળીયા (મીં ) પંથકમાં શનિવારે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને સ્થાનિકો લોકોને રહેવા અને જમવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આવા કઠીન સમયે વહીવટી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ લોકોને મદદરૂપ થવાના માટે આગળ આવી હતી ત્યારે મોરબીના પ્રાંત અધિકારી દ્વારા મોરબી-માળીયા (મીં)- વવાણીયા સ્થિત જયદીપ એન્ડ કંપનીના સંચાલક અને સેવાભાવી દિલુભા જાડેજાને ફૂડ પેકેટ માટે જાણ કરવામાં આવી હતી જેથી તેઓએ તાત્કાલિક ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી અને માળીયા તેમજ મોરબી તાલુકાના જુદાજુદા વિસ્તારમાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સ, પાણીની બોટલો વિગેરે પહોચાડવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ તારી માયા થી ઓળખાતા ઉદયસિંહભાઇ મનુભાભાઈ જાડેજા પરિવાર, જયદીપ એન્ડ કંપની દ્વારા 1998 ના વાવાઝોડાએ સેંકડો પરિવારોને બેઘર, નિ:સહાય કરી નાખ્યા હતા ત્યારે હજારો લોકો માટે મહિનાઓ સુધી વવાણીયા ગામે નિઃશુલ્ક ભોજનાલય ચલાવનાર સાથે સાથે અનેક પ્રકારના સેવા કાર્યો કરનાર, ભુંકપના સમયે માળીયાના ગામોમાં પણ અનેક સેવાના કામો કાર્ય તદુપરાંત વવાણીયા, બગસરા અને ન્યૂ નવલખીમાં ટાટા રિલીફ ને જાણ કરીને 750 મકાનો, સ્કૂલો, પીએચસી વગેરે બનાવવા વિનંતી કરતા ટાટા રિલીફ દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા.

2017 માં વાકાનેર ચોટીલા વિગેરે વિસ્તાર માં વરસાદને પગલે મચ્છુ 2 ડેમના 33 દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે મોરબી અને માળીયા (મી ) તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાર થઇ ગયા હતા ત્યારે પણ દિલુભા જાડેજાએ ફિશરમેનની હોળીઓ નવલખીથી મંગાવીને લોકોના જાનમાલને બચાવવામાં મદદ કરી હતી. જયદીપ કંપનીના સ્થાપક ઉદયસિંહજીભાઈ જાડેજાના દીકરા જયુભા જાડેજા, દિલુભા જાડેજા, અનિરુદ્ધસિંહ અને અશ્વિનસિંહ પિતા પાસેથી ગળથુથીમાં મળેલ સેવાના સંસ્કારને અનુસરીને સેવા કાર્યો કરી રહ્યા છે.




Latest News