મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE







મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત

મોરબીના લીલાપર વાડી વિસ્તાર ચંદનગઢ તા.હળવદ ખાતે રહેતા પરીવારના સોનલબેન મુકેશભાઈ રાઠવા નામની 35 વર્ષની મહિલા અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા. જેઓને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન સોનલબેન રાઠવાનું તા.28/7ના રોજ મોત નિપજયું હતું. સિવિલતા તબીબ દ્વારા જાણ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ મથકના બી.આર. ખટાણાએ પ્રાથમીક તપાસ કરી હતી.જયારે હળવદના વેગડવાવ ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ છગનભાઈ પોપટભાઈ (43) અને ગૌતમ છગનભાઈને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં
 મોરબીના જેતપર-પીપળી રોડ પર આવેલ ગ્રીપેન કેમીકલ ઈન્ડ. નામના યુનીટમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયેલા કાર્તીક કુમસીભાઈ ભંડોરીયા નામના ત્રણ વર્ષના બાળકને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે વાંકાનેરના વઘાસીયા ગામે જીઆઈડીસી પાસે થયેલ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અજય કાળુભાઈ સપનીયા (18) અને રાતડીયા ગામના જવેરભાઈ વેરજીભાઈ મેર (35) નામના યુવાનને ઈજાઓ થતા અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો. બંનેના બાઈક સામસામે ટકારાતા અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવેલ છે.

મારામારીમાં ઈજા
 વાંકાનેરના લુણસર ગામે થયેલી મારામારીમાં ત્યાં જ રહેતા રાજાભાઈ વિહાભાઈ ધ્રાંગીયા (ઉ.67)ને ઈજા થતા અહિંની સિવિલે લવાયા હતા. તેમજ માળીયા તાલુકાના ઘાંટીલા ગામે કારખાના પાસે રહી મજુરીકામ કરતા શ્યામલાલ દોલતરામ યાદવ (30) નામના યુવાનને સાપ કરડી જતા સારવાર માટે મોરબી લવાયો હતો. જયારે લાલપર ગામે ઓનેસ્ટ હોટલ નજીક બાઈક સ્લીપ થતા ઈજા પામેલા અર્જુન દિનેશભાઈ સીરોહિયા (18) રહે. માળીયા ફાટક પાસેને સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

દારૂ સાથે પકડાયા
 જાંબુડીયા ગામે જવાના રસ્તે કુળદેવી સર્વિસ સ્ટેશન નજીક બાવળની કાંટમાંથી તાલુકા પોલીસે દારૂની નાની મોટી 25 બોટલ કિંમત રૂા.3785નો જથ્થો જપ્ત કરાયો હતો અને તેમાં સાગર મનુભાઈ ચાવડા (24) રહે. જાંબુડીયા અને બળદેવ નાગજીભાઈ કોળી (27) રહે. બહુચર માતાના મંદિર પાસે સ્મશાન નજીક લાલપર સામ ગુનો નોંધી બંને સામે કાર્યવાહી કરી હતી. જયારે ઘુંટુ ગામે રહેતા અરજણભાઈ મોહનભાઈ કગથરા (ઉ.75)ને ગામ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

 રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ ઈરફાન મહોમદ (20) રહે. નવલખી રોડ, નયન અમૃતભાઈ પરમાર (18) રહે. રોહીદાસપરા અને કિશન બુધાભાઈ થરેસા (20) રહે. રણછોડનગર સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ખાનપર ગામે ઝેરી જનાવર કરડી જતા રીયા કનેશભાઈ ધામી નામની આઠ વર્ષની બાળકીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.  સામાકાંઠે ગુ.હા. બોર્ડ પાછળ આવેલ પાવન પાર્કમાં રહેતો પવન ભગવાનદાસ પરમાર (30) નામનો યુવાન ઘરે જાતે એસીડ પી જતા અત્રેની સીવીલે સારવાર માટે લવાયો હતો.






Latest News