મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી


SHARE







મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી

મોરબી શહેરમાં સવારથી સાંજ સુધી પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એસપી રોડની આસપાસ કેનાલ પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના લોકોના ઝુંપડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને ત્યાં રહેતા મહિલાઓ, બાળકો સહિતના શ્રમજીવી પરિવારના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો હતો ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા “હેંડ્સ ઓફ કરુણા” નામની સંસ્થાના સહયોગથી ઝૂંપડમાં રહેતા પરિવારના બાળકો મહિલાઓ સહિતના લોકોને બિસ્કીટ, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ ચોમાસામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયમાં પોલીસ વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી નાસ્તો અને જમવાની વ્યવસ્થા પહોંચાડવામાં આવી હતી અને સરહાનીય કામગીરી કરવામાં આવી હતી.






Latest News