મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ


SHARE







વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ

વાંકાનેર તાલુકા વિસ્તારમાં વરસાદના લીધે સ્થાનિક જળાશયોમાં પાણી આવી ગયા છે અને કેટલીક જગ્યાએ કોઝવે ઉપર પણ પાણી આવી ગયા છે દરમ્યાન રાજકોટથી કોટડા નાયણી ગામ તરફ માઠા પ્રસંગમાં જઈ રહેલ પિતા પુત્રની રીક્ષા કોટડા નાયાણી ગામ નજીક કોઝવેમાં તણાઈ ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ પિતા પુત્ર બંને પાણીમાં તણાયા હતા અને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી અને હાલમાં પિતાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે જોકે પુત્રની શોધખોળ હજી ચાલુ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે

મોરબી જિલ્લામાં આજે સવારના 6:00 વાગ્યાથી અવિરત વરસાદ ચાલી રહ્યો છે અને જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો હોવાના કારણે સ્થાનિક જળાશયો તથા જુદા જુદા વિસ્તારોમાં કોઝવે ઉપર વરસાદી પાણી આવી જવાના કારણે કેટલીક જગ્યાએ કોઝવે અને રસ્તા બંધ કરવામાં આવ્યા છે જોકે, હડાળા પાટીયા વિસ્તારમાં રહેતા સિરાજભાઈ ખમીસા કાતિયાર (40) તેના 7 વર્ષના પુત્રને સાથે રિક્ષામાં લઈને રાજકોટ થી કોટડા નાયાણી ગામ તરફ માઠા પ્રસંગમાં જતા હતા દરમિયાન કોટડા નાયાણી ગામ પાસે રસ્તામાં આવતા કોઝવેમાં વરસાદી પાણી વહી રહ્યું હતું અને તેમાંથી રીક્ષા પસાર કરવા જતા રીક્ષા પાણીમાં તણાઈ ગઈ હતી અને રીક્ષાની સાથે તેમાં બેઠેલા સિરાજભાઈ અને તેનો દીકરો પણ પાણીમાં તણાઈ ગયા હતા આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં તણાઈ ગયેલા પિતા પુત્રની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન સિરાજભાઈ કાતીયાર ના મૃતદેહને ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે જોકે, તેના સાત વર્ષના દીકરાનો હજુ સુધી પતો લાગ્યો નથી જેથી કરીને તેને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે






Latest News