મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા


SHARE





માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા

 

મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર ખીરાઇ ગામના પાટીયા પાસેથી ડમ્પર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવી રહેલ એસટી બસના ચાલકે તેની બસ ડમ્પરની પાછળના ભાગમાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં કુલ મળીને પાંચેક મુસાફરોને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ડમ્પરના ચાલકે એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલ ઓવે બ્રિજ ખાતે રહેતા મુકેશ કાલુ ભુરીયા (32)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 1538 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસે ઓવરબ્રિજ ઉપરથી આરોપી તેના હવાલા વાળી એસટી બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બસને પૂર ઝડપે અને બીજાની જિંદગી જોખમાઈ તે રીતે બસ ચલાવી હતી અને ફરિયાદીના હવાલા વાળા ડમ્પરમાં પાછળના ભાગે એસટીની બસ અથડાવી હતી જેથી બસમાં બેઠેલા પેસેન્જરોમાં રાહુલભાઈ ભવનભાઈ ઠાકોર રહે. મોરબી, રવિન્દ્રસિંહ કાન્તાસિંહ પરમાર રહે. કોહરા, રામજીભાઈ મેઘજીભાઈ વણકર રહે. કુકામ મુમતાજબેન સાલેમામદભાઈ કાતિયાર અને સુલતાન સાલેમામદભાઈ કાતીયાર રહે. બંને અંજાર વાળાઓને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ડમ્પરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News