મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ


SHARE







મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશની દેખરેખ અને નિભાવા માટે કોઈ બેદરકારી ન રહે તેના માટે 5 કોર્પિરેટરનો સમાવેશ કરીને કુલ 7 લોકોની મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી હતી જેને શુક્રવારે મળેલ સામાન્ય સભાની બેઠકમાં મેયરના સ્થાનેથી એજન્ડા લઈને બરખાસ્ત કરવામાં આવેલ છે અને નંદીઘરની જવાબદીર મોરબી મહાપાલિકાના આરોગ્ય ચેરમેનને સોંપવામાં આવેલ છે.

થોડા સમય પહેલા મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થતા હોવાથી ચોમાસાને ધ્યાને લઈને નંદીઘરના સંચાલન માટે ખાસ કાર્યકારી મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા તેમજ સભ્ય સચિવ તરીકે એએનસીડી શાખાના અધ્યક્ષ વિપુલભાઈ છૈયા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ દિલીપભાઈ રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો જોકે, આ ટીમની રચના કરવામાં આવી તે પહેલા કોર્પોરેટરોને વિશ્વાસમાં લેવામાં આવેલ ન હતા જેથી તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો હતો

તેવામાં શુક્રવારે મહાપાલિકામાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જુદા જુદા એજન્ડાઓ પૂરા થયા બાદ મેયરના સ્થાનેથી કેટલાક એજન્ડાઓ લેવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘરમાં ગૌવંશોની દેખરેખ અને નિભાવ માટે થઈને પાંચ કોર્પોરેટરનો સમાવેશ કરીને કુલ 7 સભ્યોની એક મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી હતી અને તેના બરખાસ્ત કરવામાં આવેલ છે અને નંદીઘરની જવાબદારી હવે મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેનને સોંપવામાં આવી છે.






Latest News