મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ


SHARE







મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ

મોરબી બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, મહાકાલ ગ્રુપ, ગૌરક્ષક કમાન્ડો તેમજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ-દિલ્હી, ગુજરાત ગૌરક્ષક દળ, ગૌવંશ સુરક્ષા સંગઠન, નિરાધાર ગૌરક્ષણ સંવર્ધન ટ્રસ્ટ-મોરબી સહીતના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકાનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે.

કારણ કે મોરબી શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કતલખાનાઓ અને જીવ હત્યાના કારસ્તાનો સામે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે.મેયર અને કમિશનરને પણ વારંવાર અરજી અને પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિવિધ સંગઢનોએ સ્પષ્ટ માંગ કરેલ છેકે મોરબી સીટી વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર ચાલતા કતલખાના અને ગેર કાયદેસર ચાલતી દુકાનો બંધ કરાવવી જોઇએ.જ્યાં ધાર્મિક મંદિર આવેલા હોય, જ્યાં સ્ટુડન્ટ નીકળતા હોય છે ત્યાં મોટા પ્રમાણમાં કતલખાનામાં જીવ હત્યા ચાલુ હોય તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને રહેણાંક વિસ્તારોમાંથી આવા કારસ્તાનો બંધ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે અને તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવા માંગ કરાયેલ છે.મોરબીની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને તમામ કોર્પોરેટરોને ચૂંટીને સત્તા સોંપી છે.તો પછી આ ગંભીર પ્રશ્ને તેઓ મૌન કેમ છે ? જનતાની રજૂઆતો છતાં કાર્યવાહી કેમ થતી નથી ? જો તાત્કાલિક યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનહિતમાં લોકશાહી અને કાયદેસર રીતે વિશાળ જનઆંદોલન અને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.તેવી ચીમકી મોરબી જિલ્લાની વિવિધ હિન્દુ સંગઠનો દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News