મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો


SHARE







મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ હોટલની બાજુમાં મફતીયાપરામાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 446 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,190 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રિજન્ટા હોટલની બાજુમાં મફતીયાપરામાં રહેતા સતિષભાઈ પરમારના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત બી ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાના-મોટી ફૂલ મળીને 446 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,190 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સતિષભાઈ તેજાભાઈ પરમાર રહે. રિજન્ટા હોટલની બાજુમાં ફતીયાપરા મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ બચુભાઈ પરસોડા (32) અને ગૌરીબેન મનુભાઈ પરસોડા (39) રહે. બંને લાલપર, બેબીબેન અશોકભાઈ લીંબડ (32), મેહુલ અશોકભાઈ લીંબડ (12) અને શંકર અશોકભાઈ લીંબડ (9) રહે. ત્રણેય આમરણ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (34) નામના યુવાનને રેલવે સ્ટેશન નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News