મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં કામેથી પરત ઘરે જઈ રહેલા યુવાનના બાઈકને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી ડેડબોડીને પીએમ કરવા માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

મોરબીમાં શક્તિ ચેમ્બર પાછળ આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા કાંતીલાલ હરજીવનભાઈ કણસાગરા (58)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નં જીજે 13 એક્સ 0740 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો ભત્રીજો બટુકભાઈ જયંતીલાલ કણસાગરા (23) મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારની પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહે છે અને તે પોતાનું બાઇક નંબર જીજે 3 એ કયુ 2668 લઈને કામ ઉપરથી પરત ઊંચી માંડલ ગામ બાજુથી ઘૂટું ગામ તરફ ઘરે જવા માટે આવી રહ્યો હતો ત્યારે તા.29/7 ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેના બાઈકને બોલેરોના ચાલકે હડફેટે લીધું હતું. આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી બટુકભાઈ કણસાગરાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતિ મુજબ મૃતક યુવાનના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા અને અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે અને હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News