મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા


SHARE







મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા

મોરબીના વાવડી રોડે મીરા પાર્ક સોસાયટીની સામે જાહેરમાં, પાવળીયારી કેનાલ નજીક અને માળીયાના નવા દેવગઢ ગામે કોળીવાસમાં જુગારની જુદીજુદી 3 રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને 11 શખ્સોને પકડ્યા હતા અને તેની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટી ની સામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ નારણભાઈ ડાંગર (32) રહે. ગાયત્રી નગર મોરબી, રમેશભાઈ ગગુભાઈ ડાંગર (26) રહે. રાજલ નગર પંચાસર રોડ મોરબી, અરવિંદભાઈ ઉગાભાઇ ડાંગર (38) રહે. રામ પાર્ક વાવડી રોડ મોરબી તથા લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર (42) રહે. ગાયત્રી નગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2940 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 7,940 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડીને એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ ચતુરભાઈ પાટડીયા (28) રહે શોભેશ્વર રોડ લક્ષ્મી સોસાયટી મોરબી અને અજયભાઈ ગોરધનભાઈ સનુરા (23) રહે. પીપળી ગામ શિવ પાર્ક સોસાયટી વાળા મળી આવતા પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે બંનેની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા દેવગઢ ગામે કોળીવાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા (38) રહે. નવા દેવગઢ, પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા (40) રહે. નાની બરાર, દિનેશભાઈ ગેલાભાઈ સવશેટા (42) રહે નવા દેવગઢ, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા (33) રહે જુના દેવગઢ અને મહેશભારતી નારણભારતી ગોસ્વામી (59) રહે. નાની બરાર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,580 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News