સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં


SHARE





હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં

હળવદની સરા ચોકડી પાસે આઇસર ના ચાલકે હડફેટે લેતા વૃદ્ધનો પંજો કચડાઈ ગયો હતો અને તેને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે જ્યારે મોરબીની સુધારા શેરીમાં સ્કોર્પિયો ગાડીના ચાલકે સાઇકલ લઈને જતા વૃદ્ધને હડફેટે લેતા તેઓને જમણા થાપામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાય છે

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ સોસાયટીમાં રહેતા સાવનભાઈ ચંદુલાલ માકાસણા (32) એ આઇસર નંબર જીજે 36 એક્સ 1299 ના ચાલક મેહુલ હીરાભાઈ મુંધવા રહે. હળવદ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના પિતા ધાંગધ્રા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત આવતા સમયે હળવદની સરા ચોકડી પાસે તેઓ વાહનમાંથી નીચે ઉતર્યા હતા અને પગપાળા ચાલીને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતા ચંદુલાલ માકાસણાને હડફેટે લીધા હતા અને તેના જમણા પગ ઉપરથી આઇસરનું ટાયર ફેરવી દીધું હતું જેથી ફરિયાદીના પિતાનો પગનો પંજો કચડાઈ જવાથી ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇસર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીમાં આવેલ પારેખ શેરી સોનીની વાડી સામે રહેતા વિવેકભાઈ લલિતભાઈ દવે (43) એ હાલમાં સ્કોર્પિયો ગાડી નંબર જીજે 3 એચઆર 0099 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યુ છે કે મોરબીના સરદાર રોડ ઉપર આવેલ પ્રફુલ ભજીયાની સામે સુધારા શેરીમા આરોપીએ પોતાની સ્કોર્પિયો ગાડી બેદરકારીથી ચલાવી હતી અને ફરિયાદીના પિતા લલિતભાઈ દવે ને તેમની સાઇકલ સહિત હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડતા તેમને જમણી બાજુ પાછળના થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News