મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો

મોરબી મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ કલેક્શન માટે થઈને જે કોન્ટ્રાક આપવામાં આવ્યો છે તે એજન્સી દ્વારા વેસ્ટ કલેક્શન માટેની કામગીરીમાં 14 વર્ષથી ઓછી ઉમર ધરાવતા બાળ શ્રમયોગીઓને કામે લગાડવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં સરકારી શ્રમ અધિકારી દ્વારા મહાનગરપાલિકામાં વેસ્ટ કલેક્શનની કામગીરી માટેનો કોન્ટ્રાક્ટર એજન્સીના માલિક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોશી દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ રાખનાર શ્રીજી એજન્સીના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ જોરા રહે. 302 સિદ્ધિવિનાયક ટાવર ડીસીપી ઓફિસ પાછળ એસજી હાઇવે મકબરા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીની શ્રીજી એજન્સીએ મોરબી મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેનો કોન્ટ્રાક્ટ રાખેલો છે અને આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળ શ્રમયોગીઓને કામે લગાડવામાં આવેલ હોય બાળ અને તરુણ કામદાર કાયદાની જુદી જુદી કલમ હેઠળ હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે એજન્સીના માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News