મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત


SHARE







મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને પૂજાપાના સામાનની ફેરી મારીને પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેતપર ગામે રહેતા રવજીભાઈ ઉર્ફે રવિભાઈ કેશવજીભાઈ ઘમણ નામના ૫૨ વર્ષના આધેડે તેમના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત થયુ હતુ.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક રવજીભાઈ પૂજાપાના સામાનની ફેરી મારીને ગુજરાન ચલાવતા હતા પરંતુ કામ ધંધો બરોબર ચાલતો ન હોય આર્થિક સંકળામણના પગલે ઉપરોક્ત પગલું ભરી દીધું હતું.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દારૂ સાથે પકડાયા

મોરબીના સામાકાંઠે પીપળી ગામ નજીકની શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા બીપીનભાઈ હિંમતભાઈ મહેતા બ્રાહ્મણ નામના ૫૫ વર્ષના આધેડ નટરાજ ફાટક પાસેથી નીકળ્યા હતા ત્યારે પોલીસે ઝડતી લેતા તેમની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૭૪૭ ના દારુ સાથે તેમની ધરપકડ કરી ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુમ પરત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે સર્વોપરી સ્કૂલ નજીક દેવપાર્ક વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ નરસીભાઈ અદગામા કોળી નામનો ૨૨ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલા ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર ઘરેથી ગુમ થઈ ગયો હતો. તે ગત તા.૨૬-૭ ના હેમખેમ ઘરે પરત આવી જતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.યુવાન પરત આવી જતા પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.






Latest News