મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત
મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
SHARE
મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
મોરબી જીલ્લો વાહન અકસ્માતોના બનાવોમાં કદાચ ગુજરાતભરમાં પ્રથમ ક્રમે હશે.છાસવારે અકસ્માત બનાવો બને છે.જેમાં મહામૂલી નિર્દોષ માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાય જતી હોય છે.આવો જ એક બનાવ ગઈકાલે બન્યો હતો.જેમાં કામેથી પરત ઘરે જઈ રહેલા યુવાનના બાઈકને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી ડેડબોડી પીએમ કરવા માટે સિવિલે લાવવામાં આવ્યુ હતુ અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારની પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પરિવારનો બટુકભાઈ જયંતીલાલ કણસાગરા પ્રજાપતિ નામનો ૨૩ વર્ષનો યુવાન કામ ઉપરથી પરત ઘરે જતો હતો.ત્યારે તા.૨૯-૭ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘૂંટુ અને માંડલ ગામની વચ્ચે તેના બાઈકને બોલેરોના ચાલકે હડફેટે લીધું હતું.આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી બટુકભાઈ કણસાગરા નામના યુવાનનું મોત થયુ હતુ.મૃતકના ચારેક માસ પહેલા જ લગ્ન થયા હતા અને તેના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.હાલ મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રાએ આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહ્યા છે.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામ પાસે હરિઓમ સોસાયટી નજીક આવેલ લેટેસ્ટ ગાર્ડન નામની સોસાયટી સામે રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાનજીભાઈ મનસુખભાઈ ડાભી (૧૭) રહે.પ્રતાપગઢ હળવદ બાઇક લઈને જતો હોય રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજા પામતા તેને અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ સંજયભાઈ ઇશ્વરભાઇ સોલંકી (૨૬) તથા નવીનભાઈ દિલીપભાઈ સોલંકી (૨૫) રહે.ગાંધી સોસાયટી નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે વાળાઓને ઈજા થતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.
ભડીયાદ રોડ મારામારી
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રામાપીરના ઢોરા પાસે રહેતા મનુભાઈ કારૂભાઈ સાવરીયા (૩૨) નામના યુવાનને ઘર નજીક થયેલ મારામારીમાં માથામાં ઇજા થતા ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વિસીપરાના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અકબર ખમીશાભાઈ ફકીર નામના ૩૦ વર્ષના યુવાનને પણ ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી-વાંકાનેર હાઇવે જુની કુબેર સિનેમા નજીક રહેતા સંજનાબેન વિશાલભાઈ બારૈયા નામની ૨૩ વર્ષની મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી.